એક એક વાર્તા મોરપિચ્છની અલગ અલગ છટા જેવી છતાં એક સરખી નહિં એવી વિવિધતાભરી અને વાર્તારસથી છલકાતી. એમાં રહસ્ય્ છે ,રોમાંચ છે,રોમાંસ પણ છે અને મસ્તી પણ છે. કુલ 22 જેટલી વાર્તાઓમાં દરેકમાં સેંક્ડો પ્રકારના ,માનવીયભાવોનું અદભુત અને અનન્ય રસાયણ છે. આવી વાર્તાઓ એક સાથે મળે રજનીકુમાર પંડ્યાના બે-જોડ વાર્તા સંગ્રહ-'ઝાંઝર'માં. જે આપની પાસે Storytel દ્વારા ઓડીયોબુક રૂપે રજુ થઇ રહ્યો છે.