લોકપ્રિય લેખિકા અને અભિનેત્રી વનલતા મહેતાની 36 નવી વાર્તાઓ આ પુસ્તકમાં છે. વનલતા મહેતાએ બાળ નાટકો ઉપરાંત ટૂંકી વાર્તાઓ, એકાંકીઓ સહિત 24 ઉપરાંત પુસ્તકો લખ્યા છે. જેમાંથી 10 પુસ્તકોને શ્રેષ્ઠ વાર્તાસંગ્રહ, એકાંકી સંગ્રહના પુરસ્કારો પણ મળ્યા છે. તેમણે બાળરંગભૂમિની 1952થી શરૂઆત કરી હતી. પછી તેમણે વિવિધ પ્રકારની અનોખી વાર્તાઓ લખવાનું શરૂ કર્યું હતું. વિવિધ રસનું પાન કરાવતી આ વાર્તાઓ શ્રોતાઓને જરૂર ગમેશે.