Dariyalal

· Storyside IN · Чытае Pranav Vaidya
Аўдыякніга
9 гадз 47 хв
Поўнасцю
Падыходзячыя
Ацэнкі і водгукі не спраўджаны  Даведацца больш
Хочаце атрымаць фрагмент працягласцю 4 хв? Слухайце ў любы час, нават па-за сеткай. 
Дадаць

Пра гэту аўдыякнігу

"દરિયાલાલ ગુજરાતી સાહિત્યની અત્યંત યશસ્વી કૃતિ છે જેની અત્યાર સુધી આવૃત્તિઓ થતી રહે છે .યુનિવર્સિટીમા અને શાળાનાં અભ્યાસક્રમમાં પાઠ્યપુસ્તક તરીકે સ્થાન પામી છે. ગુલામીપ્રથાની નાબૂદીને તારસ્વરે પ્રગટાવતી દરિયાલાલ ગુજરાતી ભાષાની ચિરંજીવ કૃતિ તો છે જ પણ ભારતીય ભાષાઓમાં પણ ગુલામી પ્રથાનો તાદ્શ ચિતાર આપતી આ એકમાત્ર કૃતિ છે એ આપણે માટે ગૌરવની ઘટના છે. જે સમયે આફ્રિકા અંધારો મુલક ગણાતો એ સમયની વાત છે. ૧૮મી સદીનાં અંતભાગમાં પૂર્વ આફ્રિકાની હિંદી વસાહતનો આરંભ થયો. આરબો આફ્રિકાનાં દેંશોમાંથી ગુલામો પકડી જઇપોતાના ઘરોમાં ,ખેતરોમાં અને વેપારીથાણામાં મજૂરીએ જોતરતા.આફ્રિકનોને પકડવાની તેમની ભયાનક અમાનુષી રીત,લોખંડની એક જ સાંકળે બાંધી કોરડા ફટકારતા , ઘનઘોર, હિંસક પશુઓથી ભરેલા જંગલમાંથી લઇ જતા ઘણાં મોતને ભેટતા . આ કમકમાટી ભરી ઘટનાના આચાર્યે કરેલા અભૂતપૂર્વ વર્ણનથી નવલકથાનો અનોંખો આરંભ થાય છે.એ વર્ણનથી આચાર્યની કલમનો જાદુ વાચકો પર એવો પ્રભાવ પાથરે છે કે આ હાડોહાડ ધ્રૂજાવી દેતું વર્ણન જાણે નજરોનજર ખડું થાય છે ,વાચક વારતા રસમાં ખેંચાય છે કે અંત સુધી બહાર નીકળવું અસંભવ . અત્યંત નાટ્યાત્મક ઘટનાઓ ,આફ્રિકાનાં જંગલો ,તેનું વર્ણન , ધસમસતો કથાવેગ ,આફ્રિકનોનાં દેવાધિદેવ મંબોજંબોનાં મંદિરમાં અંગ્રેજ મુસાફર ડંકર્કની કેદ ,અને વિવિધ પાત્રસૃષ્ટિ થી આચાર્યે એવી કથાસૃષ્ટિનું સર્જન કર્યું છે જે ગુજરાતી શું ભારતીય વાચકે પણ જોઈ કે કલ્પી પણ નંથી . ૧૯૩૮માં કશી સગવડ વિનાના ઓરડામાં ભોંયે બેસી અખબારની ન્યૂઝપ્રિન્ટ પર ફાનસને અજવાળે આચાર્યે આ અમર કૃતિનું સર્જન કર્યું . ગુજરાતી ભાષાનું નોબલ પ્રાઇઝ કહેવાય એવો રણજીતરામ સુવર્ણ ચંદ્રક ૧૯૪૫માં ' દરિયાલાલ' માટે મળ્યો હતો .

Ацаніце гэту аўдыякнігу

Падзяліцеся сваімі меркаваннямі.

Інфармацыя аб праслухоўванні

Смартфоны і планшэты
Усталюйце праграму "Кнігі Google Play" для Android і iPad/iPhone. Яна аўтаматычна сінхранізуецца з вашым уліковым запісам і дазваляе чытаць у інтэрнэце або па-за сеткай, дзе б вы ні былі.
Ноўтбукі і камп’ютары
Вы можаце чытаць кнігі, набытыя ў Google Play, у вэб-браўзеры свайго камп’ютара.